Sri Satyanarayan Katha Gujarati


~~~~~~~~~~~~
✨ અધ્યાય :- (1)
એક સમયની વાત છે. નૈમીષારણ્ય તિર્થક્ષેત્રમા શૌનક વગેરે ઋષીઓ ભેગા થયા હતા.
તે સમયે પુરાણો તથા મહાભારતના રચયીતા શ્રી વ્યાસ મુનીના પ્રધાન શિષ્ય સુતજી પણત્યા બિરાજમાન હતા.
શૌનક વગેરે રૂષિઓએ શ્રી સુતજીને પછ્યુ કે હે મહામુની! વ્રત અથવા તપથી ક્યુ મનોવાંછીત ફળ પ્રાપ્ત છે થાય, આપ તે અમનેસમજાવીને કહેવાની કૃપા કરો.
શ્રી સુતજીએ કહ્યુ: એક વાર આજ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રીલક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછયો હતો એનો, જે ઉત્તર ભગવાનેઆપ્યો હતો જ તે કથા હુ તમને સંભળાવુ છું.
એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમા ફરનાર યોગીરાજનારદજી ફરતા ફરતા મૃત્યુલોક આવ્યા મા. ત્યા એમણે ઘણાલોકોને પોતપોતાના પુર્વજન્મના કર્મ અનસુાર અનેક પ્રકારના દુ: ખો ભોગવતા જોયા.
"એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના દુ: આ ખો દૂર થઈ શકે"
એવુ વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુલોકમા શ્રી વિષ્ણુભગવાન પાસે પહોચ્યા.
પર મન-વાણીથી, આદી, મધ્ય અને અંત રહીત, અનંત શક્તિવાળા, સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ, છતા ગુણાત્મા, ભક્તોના દુ: ખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા, ' હું આપને વંદન કરુ છું.'
શ્રી ભગવાન બોલ્યા, હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં જે કાંઈ હોય તે સઘળુ કહો, હું તમને બધુ જણાવીશ જ.
નારદ બોલ્યા: હે ભગવાન! પૃથ્વી પર કેટલાયે લોકો વિવિધ પ્રકારના દુ: ખોથી પીડાય છે. એ દુ: ખો દૂર કરવાનો કોઈ આપ સરળઉપાય જાણતા કરી હો તો કૃપા મને કહેવા આપને નમ્રવિનંતી કરુ છું.
શ્રી વિષ્ણુ ભગવાને કહ્યુ હે નારદ! લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પછ્યો. જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું કહું છું તે સાંભળો.
મનુષ્ય લોકમા અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ તથા મહા પુણ્ય આપનારૂ એક વ્રત છે. હે વત્સ! તારા પરના પ્રેમને કારણે હું તને એ કહુ છું. એ છે સત્યનારાયણનુ વ્રત. યોગ્ય વિધિવિધાનથી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી પરલોકમાંં મોક્ષ મળે છે.
ભગવાનનાં આ વાક્યો સાંભળી નારદ બોલ્યા: ' આ વ્રતનું ફળ શું? એની વિધી શી છે? એ વ્રત ક્યારે કરવું? તથા એ કોણે કર્યુ હતુ તે આપ મને વિસ્તારથી કહો.'
આ પવિત્ર વ્રત દુ: ખ શોક દૂર કરી સુખ, સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે. ભક્તિ અને શ્ર્રદ્ધાથી કોઈ પણ દીવસેસાંજે બ્રાહ્મણો વડીલો,, ઈષ્ટ મીત્રો અને સગાં વહાલાં સહીત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનુ વ્રત પૂજન કરવુ જોઈએ. સવાયોપ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદબધાંને વહેંચવો અને પોતે લેવો પણ.
પછી આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ બધા લોકો કરતા કરતા પોતપોતાના ઘરે જાય, અને નિશ્ચય કરે કે સત્ય વાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશુ.
આ રીતે સત્યનારાયણ ભગવાનનુ વ્રત કરવાથી મનષ્યની બધી મનોકામના અવશ્ય પુર્ણ છે થાય.
બોલો શ્રી સત્ય નારાયણ ભગવાનનો જય.
✨ અધ્યાય: - (2)
આ રીતે સત્યનારાયણ ભગવાનનાં વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા શ્રી સુતજીએ શૌનક આદી ઋષિઓને કહ્યુ. આ વ્રત સૌપ્રથમ જેણે કર્યુ તેની કથા કહુ છું.
હે ઋષીઓ! અત્યંત રમણીય કાશી નગરીમાં શતાનંદ નામનો એકગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજભીક્ષા માગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો.
એક દિવસજેને બ્રાહ્મણ પ્રિય છે એવા પોતે ભગવાન જ એક વૃદ્ધ બ્રાહ્મણનોવેષ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદર પુર્વક કહ્યું.
" હે પ્રિય! તમે અત્યંત દીન બની રોજે રોજ શા માટે ભિક્ષા માગોછો?"
વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમ ભરી વાણી સાંભળી તે શતાનાંદ બ્રાહ્મણે કહ્યું. " હું બહુ જ ગરીબ છુ, આથી ભિક્ષા માટે ભટકું છું. જો કોઈ આકષ્ટમાથી મુક્ત થવાનો ઉપાય જાણતા હો તો આપ કૃપા કરીનેમને અવશ્ય કહો."
વૃદ્ધ બ્રાહ્મણ વેષધારી ભગવાન બોલ્યા:
" હે બ્રાહ્મણ! ઈચ્છીત ફળ આપનાર અને બધી જ મનોકામનાપુર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે. તમે એનુ પૂજનઅને સર્વશ્રેષ્ઠ વ્રત જ કરો. આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમનનાબંધનમાથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનુ સુખ મેળવે છે."
તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધી બતાવી બ્રાહ્મણનો વેષ ધારણકરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર્ ધ્યાન થઈ ગયા.
આ બ્રાહ્મણે જે વ્રત કહ્યુ તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો, આથીરાત્રેે બરાબર ઊંઘ પણ આવી ન. બીજે દીવસે વ્રત અનેપૂજનનો સંકલ્પ કરી શતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માગવાગયો. તે દિવસે તેને દરરોજ કરતા વધુ ધન મળ્યુ. તે ધન વડેશતાનંદે ભાઈબંધુઓ સહીત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યુ.
આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુ: ખોથી મક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો. શતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠબની ગયો.
ત્યારથી તે દર મહીને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો. એ બધા રીતે દુ: ખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો.
શ્રી સુતજી બોલ્યા:
" હે ઋષીમુનીઓ! શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કંઈ કહ્યુ હતુ તે બધું જ મેં તમને કહયુ છે. બીજુ વધારે તમારે શું સાંભળવું છે?"
શૌનકાદી ઋષીઓએ કહ્યુ:
" હે મુનીશ્રેષ્ઠ! અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાનીઈચ્છા છે થાય. તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી પર આ એવ્રત કર્યુ તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ. તો કૃપા કરીને અમનેકહો."
શ્રી સુતજી બોલ્યા:
" હે ઋષીઓ! એક આ સમયે બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠીયારો એના ઘરપાસેથી નીકળ્યો. તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકીબ્રાહ્મણના ઘરમાં ગયો. તેને વ્રત કરતા જોઈને નમન કરી કઠીયારાએ પુછ્યું:
" હે બ્રાહ્મણ! આપ આ કરી શું રહયા છો એ અને કરવાથી શું ફળ મળે એ વિસ્તાર પુર્વક મને કહેવાની કૃપા કરો."
કઠીયારાની વાણી સાાંભળી બ્રાહ્મણે કહ્યુ:
" બધાં ઈચ્છીત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણભગવાનનુ વ્રત છે. એની જ કૃપાથી મને ધનધાન્યાદી સર્વ પ્રાપ્ત થયું છે."
તેની પાસેથી આ વ્રતનુ મહાત્મ્ય જાણી કઠીયારો ઘણો ખુશી થયો જ, તથા અને પ્રસાદ લઈ પાણી પી લાકડાંનો ભારો માથે મૂકી "હું પણ આ વ્રત કરીશ" એમ વિચારી નગરમાં એના સદ્ ભાગ્યે જ્યા ધનીક લોકો રહેતા હતા ત્યા પહોચી ગયો. તે દીવસેતે કઠીયારાને એનાં લાકડાંનો રોજ કરતા બમણો ભાવ મળ્યો.
આપછી ખુશ થઈ સારા પાકાં કેળાં, દૂધ, ઘી, ઘઉનો લોટ વગેરે લઈઘરે આવ્યો. આ પછી પોતાના સગાં વહાલાંને બોલાવી વિધિપુર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યુ આ વ્રતના પ્રભાવથી ધનઅને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકનાં સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો.
બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય ||
✨ અધ્યાય: - (3)
શ્રી સુતજી બોલ્યા:
" હે મુનીશ્રેષ્ઠ! હવે એની આગળની કથા ધ્યાન પુર્વકસાંભળો. ઘણા સમય પહેલાંની છે વાત. ઉલ્કામુખ નામનો એકઘણો મોટો, ઈન્દ્રિયજીત અને બુદ્ધીમાન રાજા હતો તે નિયમિત દેવમંદીરમા ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાનઆપતો.
આ રાજાની પ્રમુગ્ધા નામની રાણી પતિવ્રતા અને કમળસમાન સુંદર મુખવાળી હતી. ઉલ્કામુખ રાજાએ પત્ની સહીત ભદ્રાનદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યુ. તે જસમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન ત્યાં પહોચ્યો લઇ આવી.
પોતાના વહાણને માલ સહીત કિનારા પર રાખી રાજા નજીક આવ્યોઅને વિનયપુર્વક પૂછ્યું:
" હે રાજા! ભક્તિપૂર્ણ મનથી શું કરી આપ રહયા છો? એકરવાથી શું ફળ મળે? આપ એ બધુ મને વિગતવાર કહેવાની કૃપાકરો."
રાજાએ કહ્યું,
" હે શઠે! અમે પુત્રાદીની ઇચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત-પૂજન કરીએ છીએ."
રાજાની આવી વાણી સાંભળી આદરપુર્વક શેઠે કહ્યું: " હે રાજન! આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપાકરો, કેમ કે અમને સંતતિ પણ નથી. જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો એ વ્રત હું જરૂર કરીશ."
આ રીતે રાજાનાં વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપુર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનારા વ્રત વિશે બધુ કહ્યું જ.
સંતતિ દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારેઆપણને સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશ."
એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની. આથી શ્રી સત્યનારાયણ ભગવાનનીકૃપાથી તે ગર્ભવતી થઈ.
દસમા મહીને એક સુંદર કન્યાને તેણે જન્મ આપ્યો. તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી. તેનું નામકલાવતી રાખવામાાં આવ્યું. આ એક પછી દીવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું:
" આપે શ્રી સત્યનારાયણ ભગવાનનુ વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પુરો કરતા નથી?"
શેઠે કહ્યું: "અત્યારે વેપારમા તેજીને લીધે અવકાશ નથી, પુત્રીનાલગ્ન સમયે કરીશું"
પોતાની આ રીતે પત્નીને દીલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાંચાલ્યો ગયો. સમય વિતવા સાથે કલાવતી મોટી થવા લાગી. એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહનેયોગ્ય થયેલી લાગી. આથી શેઠે પોતાના ભાઇ-ભાંડુઓની સલાહલઇ વાળંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતીને યોગ્ય મુરતિયોશોધી લાવે.
શેઠની આજ્ઞાથી વાળંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાનાવિચારથી કાંચન નામની નગરીમાં પહોચ્યો.
એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્ય પુત્રને વિવાહનીવાત પાકી કરી જોઇ આવ્યો.
શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખી તે શાહકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી. દુર્ભાગ્યે શેઠ પણ આ સમયે શ્રીસત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી શ્રીસત્યનારાયણ ભગવાન નારાજ થયા.
કન્યાના વિવાહ નિયત સમય બાદ મુજબ વેપારમા પરમ ચતુર તે શેઠ પોતાના જમાઈને લઇ રાજા ચંદ્રકેતુ રત્નસારપુર નામના સમદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોચી ગયો. તે સમયે શેઠને પ્રતિજ્ઞાભ્રષ્ટ થયેલો જોઈ સત્ય નારાયણ ભગવાને શાપઆપ્યો કે તને મહાન, દારુણ અને કઠીન દુ: ખ પ્રાપ્ત થાઓ.
એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઇ આ વેપારીઓ જ્યાંહતા ત્યાં આવ્યો. રાજાના સીપાઇઓ એ પીછો પકડ્યો જોઇ ભયનેલીધે તેણે ધન ત્યાં નાંખી દીધુ અને ભાગી ગયો.
જ્યાં આ સજ્જન વણીકો હતા ત્યાં રાજાના સીપાઇઓ આવ્યા અનેરાજાનુ, ધન એ ત્યાં જોયું આથી બંનેને દોરડાંથી બાંધી રાજા પાસે
લઇ આવ્યા અને કહ્યું :" હે પ્રભું! આપનું ધન ચોરનાર બંને ચોર આપની આ સમક્ષહાજર છે."
સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબુત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા. તેમનું જે હતું તે ધન પણ લઇ લીધું.
શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે એની પત્નીઅને પુત્રીની પણ ઘણી ખરાબ થઇ દશા. ઘરમાં જે કાંઇ ધન-સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા.
ભૂખ તરસથી દુ: ખી થઈ તેઓ મજુરી કરવા લાગી અને ભીક્ષા માગવા ચિત્તભ્રમ થઈ ઘર ઘરભટકવા લાગી. એક દીવસ ભૂખ-તરસથી વ્યાકુળ કલાવતી એકબ્રાહ્મણના ઘરે ગઇ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનુ વ્રત-પૂજન જોયું. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી, પ્રસાદ લઇમોડી રાતે કલાવતી ઘરે ગઇ.
માતાએ કલાવતીને પ્રેમથી પુછ્યું:
" હે પુત્રી! આટલી રાત વીતવા સુધી ક્યાં હતી?
મનમાન્યું કેમ કરે છે?"
કલાવતીએ શાંત સ્વરે કહ્યુ: " મા એક, બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત-પૂજન જોયુ જે, બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારુ છે."
કલાવતીનાં વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણભગવાનના વ્રતનું સ્મરણ થઇ આવ્યુ તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગા વહાલા સાથે વ્રત પૂર્ણ કર્યુ. લીલાવતીએભગવાનને પ્રાર્થના વારંવાર વિનંતિ કરી કરી:
" હે પ્રભુ! મારા પતિ અને જમાઇને જલદી ઘરે મોકલો. તેઓના અપરાધ ક્ષમા કરવામાં સમર્થ આપ જ છો."
વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રેસ્વપ્નમાં કહ્યું :" હે રાજન! પેલા બન્ને બંદીવાન વણીકોને જેલમાંથી મુક્ત કરી જે કાંઇ ધન તેમનુ લઇ લીધું છે તે પરત પાછુ જ આપી દો. જો તું ચેતીશ નહી તો તારા ધનપુત્ર સહીત રાજ્યનો નાશ કરીશ."
આમ કહીને ભગવાન અદ્રશ્ય થયા. થતા જ સવાર રાજા ચદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પુરેલા પેલા બંને વણીક મહાજનનેપોતાની સમક્ષ લાવવામાં આવે.
રાજાનાં આ વચનો સાાંભળી બંને મહાજનોને સેવકોએ મુક્ત કરીરાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું: ' બંને વણીક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે.'
બંનેએ રાજા ચંદ્રકેતુને નમસ્કારકર્યા. અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભય વિવહ્વળ બની મૌન રહ્યા, ત્યારે રાજાએ કહ્યું " તમને આ દારુણ દુ: ખ દૈવના પ્રકોપને લઈને ભોગવવું પડ્યું હવેતમારે કોઈ પણ ભય રાખવાનું કારણ નથી." હજામત તથા સ્નાનાદી કરાવી, વસ્ત્રાલંકાર આપી, એમની પાસેથી લઈ લીધેલા ધનથીબેવડુ ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યુ: " હવે ખુશીથીતમે તમારા ઘરે જાઓ."
રાજાને પ્રણામ કરી 'આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું' કહી તે બંને વૈશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યુ.
બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનનો જય.
✨ અધ્યાય :- (4)
શ્રી સુતજી બોલ્યા: " યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિવાચનકરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યુ. આવેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સન્યાસીના વેષમાં તેમની પાસે આવ્યાઅને બોલ્યા :" હે શેઠ! તમારી આ હોડીમાં શું ભર્યુ છે?"
ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું: " હે સાધુ! તમે કેમ પૂછો છો? તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો? અમારીહોડીમાં તો જ વેલા-પાંદડાં ભરેલા છે."
શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણીસાંભળી કહયુ: " સારુ ભાઇ, તમારી વાત સાચી પડો."
એમ કહી સાધુ વેષધારી સત્યનારાયણ તરત જ ભગવાન એક આગળજઇ જગ્યાએ દરીયાની નજીક બેસી ગયા.
દંડી સન્યાસીના ગયા પછી શેઠ નિત્ય કર્મથી પરવારી જ્યારે હોડીપર ગયો ત્યારે હોડીને પાણીથી ઉપર હલકી તરતી જોઇ ગુચવણમાંપડી ગયો.
તેણે હોડીમાં વેલા-પાંદડાં જોયાં અને મૂર્છિત થઇ જમીન પર ઢળીપડ્યો. શેઠની દશા જોઈ એ એના જમાઇએ કહ્યું:
" હે પિતા! આપ ચિંતા શા માટે કરો છો? શોકથી વ્યાકુળ શામાટે થઇ રહ્યા છો? જરૂર એ પેલા સાધુ મહારાજના શાપને લીધેથઇ રહ્યું છે, એમાં શંકા નથી. આપ એના શરણે જાઓ. એ સર્વ શક્તિમાન છે અને કાંઇ પણ કરી શકે છે."
જમાઈનાં આ વચન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઇપગે પડી આદર સહીત વિનંતિ કરવા લાગ્યા:
" હે ભગવાન! હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારોઅપરાધ ક્ષમા કરો." આમ વારંવાર કહી ખુબ શોક લાગ્યો કરવા.
રડતા વેપારીઓને જોઇ સાધુ વેષધારી ભગવાને કહ્યું:
" હે શેઠ! વિલાપ ન કર. મારી વાત સાંભળ. માનતા રાખી હોવાછતા તે મારી પૂજા કરી નહી. મિથ્યા વચનો બોલ્યો. આથી જ હેદુર્બુદ્ધિ! તને વારંવાર દુ: ખ સહન કરવાં પડ્યાં."
શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો:
" હે પ્રભુ! સર્વ બ્રહ્માદી દેવતા પણ આપની માયાથી મોહિત છે, અને આપના આ આશ્ચર્યજનક ગુણ અને રૂપને નથી જાણતા. તમારીમાયાથી મોહીત હું શી રીતે જાણી શકું? વહાણમાં પહેલાં મારુ જેધન હતુ તે મને પાછુ આપો. હું મારા વૈભવ અનુસાર આપનુ પૂજન
કરીશ. શેઠના ભક્તિ વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાનપ્રસન્ન થયા.
ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. શેઠે આવીનેપોતાની હોડીને ધન-ધાન્યથી પૂર્ણ જોઇ.
'સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ' એમ કહી શ્રીસત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણકર્યુ.
નગર દેખાતાં જ પોતાના શેઠે જમાઈને કહ્યું, ' જુઓ મારું રત્નપુરી.' અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવારવાના કર્યો. દૂતે નગરમાં પહોચી શેઠની પત્નીને જોતા હાથ જોડીશુભ સમાચાર આપતા કહ્યું.
શેઠ પોતાના જમાઈ, બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીકઆવી પહોચ્યા છે.
દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ થઇ ખુશ, અને ભગવાનસત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યુ કે હું જઇને એ લોકોનું સ્વાગત કરૂ છુ અને તું પણ (પૂજા પૂરી કરીને) જલ્દી આવ.
કલાવતીએ માઁ નાં વચનો સાંભળી (પ્રસન્ન થઇ) પૂજા પૂરી પરંતુ પ્રસાદ કરી લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઇ.
પ્રસાદ લેવાથી ભગવાન ન થયા સત્યદેવ નારાજ અને કલાવતીનાપતિને એની હોડી સહીત અદ્રશ્ય કરી દીધો.
કલાવતી પતિને ન પોતાના જોતા તરત જ શોકથી વ્યાકુળ થઇજમીન ઢળી પર પડી.
કન્યા કલાવતી ને બહુ જ દુ: ખી અને હોડીને અદ્રશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યુ ' આ તે કેવું આશ્ચર્ય?' હોડી ચલાવનાર નાવિકો પણસહુ ચિંતાતુર થયા. પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈલીલાવતી ગભરાઈ ગઈ પણ ખુબ અને અતિ દુ: ખથી વિલાપ કરવા લાગી.
' જરા વારમાં જમાઈ સાથે હોડી શી રીતે અદૃશ્ય થઈ ગઈ? કોણજાણે કયા દેવની અવગણના થઈ? હું કશુ જાણી શકતી નથી. સત્યદેવનું મહાત્મ્ય જાણવા કોણ શક્તીમાન છે?' આમ કહીલીલાવતી પોતાના સ્વજનો સાથે વીલાપ કરવા લાગી.
પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુ: ખી થયેલી કલાવતીને પછીલીલાવતીએ ખોળામાં બેસાડી ખબુ રુદન કર્યુ કલાવતીએ પાદુકાલઈ પતિની પાછળ સતિ થવાનો મનસૂબો કર્યો.
કન્યાની આ દશા જોઈ અતિ શોકથી સંતપ્ત તે ધર્મવિદ્ સજ્જનવણીક પોતાની પત્ની સહીત વિચારવા લાગ્યો.
" આ ઘટના કયા દેવતાના કોપને લીધે બની? ભગવાન સત્યદેવનીમાયાથી અમે ભ્રમણામાં પડ્યાં છીએ." એમ માની શેઠે પોતાનાંસગાં વહાલાંને બોલાવી સંકલ્પ કર્યો, ' આ ઘોર સંકટ દૂર થતા જ હુંભગવાન સત્યનારાયણની પૂજા કરીશ.' અને નમીને શ્રી સત્યદેવનેવારંવાર દંડવત્ પ્રણામ લાગ્યો કરવા.
આથી દીન જનોના ઉદ્ધારક ભક્ત વત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપાકરી આકાશવાણીથી કહ્યું, ' પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાનાપતિને જોવા દોડી આથી જ આવી ખરેખર એનો પતિ જોઇશકતી એ નથી." જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે એને તો તરત જ એનો પતિ પ્રાપ્ત થશે એમાં સંશય નથી.
કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાાંભળી કે તરત જ ઘરે જઇપ્રસાદ લીધો, અને ફરીથી જ્યાં એનો પતિ અંતર્ધ્યાન ત્યાં આવી થયો હતો. પોતાના પતિને સામે જોઇ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું, " ચાલો હવે ઘરે જઈએ વિલંબ, શા માટે કરો છો?'
કલાવતીની વાત થઇ સાંભળી શેઠે પ્રસન્ન ભાઇ-ભાંડુઓ સાથેપોતાના ઘરે આવ્યો. અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજનકર્યુ. પછી પણ આ દર મહીનાની પુર્ણીમા તથા સંક્રાંતિના દિવસેનિયમ પુર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવાલાગ્યો. આ આ વ્રતના પ્રતાપથી શેઠે લોકનાં સઘળાં સુખ ભોગવીઅંતે વૈકુંઠધામમાં પહોચ્યો.
બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય ||
✨ અધ્યાય :- (5)
શ્રી સુતજીએ કહ્યું. " આ પણ પછીનું ચરિત્ર ધ્યાન પુર્વક સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે રાજા હતો. તેણે શ્રીસત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી ઘણું દુ: ખ મેળવ્યું.
એક વાર રાજા તુંગધ્વજ અનેક પશુપંખી મારી પાછા ફરતા એકવડના ઝાડ નીચે આરામ કરવા બેઠો. તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઇ-ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા.
અભિમાનના કારણે રાજા ન તો ત્યાં, કે ગયો ન તો તેણે ભગવાનનેહાથ જોડ્યા.
પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો, પરંતુ રાજાએ તે પ્રસાદન લીધો. પ્રસાદની અવજ્ઞાને લીધે રાજાના સો પુત્રો, ધનસંપતિવગેરે જે કંઇ હતું તે બધું નાશ પામ્યું.
(આ રીતે ભયંકર દુ: ખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આદુઃખો પડવાનું કારણ વિચાર્યુ અને નિર્ણય કર્યો)
" શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે. આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરીરહ્યા હતા ત્યાં જાઉ."
આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળો પાસે ગયો. તે લોકો સાથે મળી ઘણી ભક્તી અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણભગવાનનું પૂજન કર્યુ પ્રસાદ લીધો. આથી શ્રી સત્યદેવની કૃપાથીફરીથી ધન-ધાન્ય, પુત્ર-પૌત્રાદીથી સંપન્ન થઇ ગયો, અને આલોકનાં બધાં સુખ ભોગવી અંતે વૈકુંઠવાસી થયો.
પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધનધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરેછે.
દરીદ્ર હોય તે ધનવાન બને છે, કોઇ જાતના બંધનમાં હોય તો થાય છે તેનાથી મુક્ત. ભયભિત મનુષ્ય ભયમુક્ત બને છે, એમાં લેશ માત્ર શંકા નથી. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદફળ ભોગવી અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરેછે.
હે મહર્ષિ! હે બ્રાહ્મણો!
આપ સહુના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનુ વર્ણન કર્યુ છે. આ ઘોર કળીયગુ માં શ્રી સત્યનારાયણ ભગવાનનીપૂજા જ બધાાં દુ: ખોનુ નિવારણ શકે છે કરી. હે શ્રેષ્ઠ મુનિઓ! જે આકથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધાં પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે.
હે મુનિશ્વરો! જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેમના બીજા જન્મનીકથા સાંભળો: ~ ~
કાશી નગરનો પેલો શતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો. ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમ પદ પ્રાપ્ત થયું.
લાકડાં વેચનાર પેલો કઠીયારો કેવટ થયો, જેણે પોતાના હાથે ભગવાનરામચંદ્રનાં ચરણો ધોયાં અને તેમની સેવા કરી જન્મ-મરણનાંબંધનોથી મુક્ત થઇ ગયો.
ઉલ્કામખુ રાજા બીજા જન્મમાં રાજાદશરથ થયો. તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું.
પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો. પોતાના શરીર પુત્રનું અડધું કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા. મહારાજતુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા. તેમણે ભગવત્ સંબંધીકથાઓ દ્વારા સહુને ભગવાનના ભક્ત બનાવ્યા.


શ્રી સત્યનારાયણજીની કથા ભક્તિથી ભરેલ શાસ્ત્ર છે. શ્રી સત્યનારાયણજીના શ્રવણથી ભક્તિનો આવિર્ભાવ થાય છે અને સંસારના બંધનમાંથી જીવાત્મા મુક્ત થાય છે.
કોઈપણ કથાના આરંભ કરતા પહેલા મહાતમ્ય સમજાવામાં આવે છે. પરંતુ આ સત્યનારાયણની કથામાં કોઈ મહાતમ્ય રજુ કરવામાં આવેલા નથી બીજી કોઈપણ કથામાં મુખ્ય દેવ કે દેવીની અવતારી કથાઓનું વર્ણન જોવા મળે છે જ્યારે આ શ્રી સત્યનારાયણ કથામાં સત્યનારાયણ દેવને અવતારી દેવ માનવામાં આવેલ નથી આ શ્રી સત્યનારાયણ દેવને શ્રી વિષ્ણુ તરીકે કલ્પેલા છે જે સત્ય સ્વરૂપે આપણા જીવનમાં સ્થાન પામે તે માટે વ્રતના સ્વરૂપે ચાર દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવેલ છે. આ ચાર દ્રષ્ટાંત આ સમાજના ચારેય વર્ણનાં માટે છે જે આ કથાના દ્રષ્ટાંતના પાત્રો દ્વારા પ્રતિપાદન કરવાનો પ્રયત્ન કરેલ છે.
કથાનો આરંભ કરતા પહેલા સત્યનારાયણનું મહાતમ્ય સમજવું જોઈએ જ્યાં સુધી સંત, સર્જનહાર અને શાસ્ત્ર આ ત્રણનું મહાતમ્ય સમજવામાં ન આવે ત્યાં સુધી જીવનમાં સાર્થકતા મળતી નથી. પરમાત્માનું સ્વરૂપ સમજ્યા સિવાય જીવાત્મા ઉપાસના કરે છે તો યથાર્થ ફળથી એ વંચિત રહે છે.
સત્યનારાયણ વ્રત કથામાં સત્યને સાક્ષાત ભગવાન માનીને જીવનમાં સત્ય આચરણનું વ્રત લેવાની ચર્ચા કરવામાં આવી છે. આજ એનું તાત્પર્ય છે આજ એનો મૂળ હેતુ રહેલો છે.
ફક્ત સાચું બોલવા માત્રની એક નાની ક્રિયા નહિ પરંતુ જીવનમાં ડગલે ને પગલે આપણા દરેક ક્ષેત્રમાં ધર્મ, કર્તવ્ય, નીતિ, સદાચાર, વિવિક અને મર્યાદાના આધાર ઉપર સાચું બોલવું તે છે.
સત્યને નારાયણ કહેવામાં આવેલ છે એ સાચું બોલવા પુરતું સીમિત નથી આપણા મનની બધી વૃત્તિઓ – ઈચ્છાઓ અને ક્રિયાઓને જ્યારે ધર્મ મર્યાદા પ્રમાણે ઢાળવામાં આવે ત્યારે સત્ય રૂપી પ્રભુનું જીવનમાં અવતરણ થયું સમજવું જોઈએ આ અવતરણ ઈશ્વર પ્રાપ્તિનું કે દર્શનનું એક રૂપ છે.
શ્રી સત્યનારાયણ વ્રત કથામાં ભિક્ષા માંગતો બ્રાહ્મણ, કઠિયારો, લીલાવતી, કલાવતી, સાધુ વાણીયો, તુંગધ્વજ, ચન્દ્ર્કેતું કે ગોવાળ વગેરેનું વર્ણન છે એમાં એકજ વાત નિશ્ચિત થાય છે કે સત્યનિષ્ઠા ધારના કરવાથી સત્યનારાયણનું વ્રત લેવાથી લૌકિક અને પરલૌકિક બંને જીવન સુખ-શાંતિ વાળા બને છે અને આ સત્ય પ્રવૃતિને છોડી દેવાથી ઘણાબધા દુખનો સામનો કરવો પડે છે.
સત્યનારાયણ વ્રત કથામાં આવાજ ઉદાહરણો પ્રસ્તુત કરવામાં આવ્યા છે અને સાભળવા વાળાને સમજાવામાં આવ્યું છે કે એમણે ચક્રધારી કૃષ્ણ કે ધનુર્ધારી રામનેજ ભગવાન માનીને  સંતુષ્ટ ન થઇ જવું જોઈએ પરંતુ એ પણ અનુભવ કરો જોઈએ કે નારાયણનો પ્રત્યક્ષ સંપર્ક આપણે સત્યના આચરણ દ્વારાજ પ્રાપ્ત કરી શકીએ છીએ.
સદાચારી વ્યક્તિ એકાએક ઈશ્વરના અનુગ્રહને પાત્ર બની જાય છે એના જવનની બધી દિશા આનંદ-મંગલ થી ભરપુર રહેતી હોય છે.
જેણે નારાયણને સત્યના રૂપમાં ઓળખ્યા નથી એટલુજ નહિ પણ નૈવેદ્યથી અને સ્તુતિ-પૂજા માત્રથી એમને ફોસલાવાની બાળ રમત કર્યાકરી છે એવા લોકો આ મુશ્કેલીઓ માંથી કંઈપણ નક્કર વાસ્તવિક લાભ મેળવી શકશે નહિ.
સારા આચરણની શુભ ભાવનાઓ લોકોના મનમાં બેસાડવા માટે સત્યનારાયણ વ્રત કથાનો પ્રચાર થવો જરૂરી છે.
પરંતુ દુઃખની વાત છે કે આ કથાનો સાચો હેતુ સમજવાનો કોઈ પ્રયત્ન કરતુ નથી અને સાચી રીતે સમજવાનો પ્રયાસ પણ થતો નથી.
કથામાં સત્યનારાયણ પ્રભુ હાજર હોયછે અન્ય ભાવિક શ્રોતાઓ હાજર હોય છે એમની અવગણના કરી અમુક લોકો જેમને ફક્ત પ્રસાદમાંજ રસ છે એવા લોકો બીજાનો કથા રસ ઝુટવે છે વાતો કરી વિક્ષેપ કરે છે.
થોડી દક્ષિણા આપી દેવાથી લોકો માનીલે કે એમને પુણ્ય મળી ગયું અને જે લાભ કથાના પાત્રોએ મેળવ્યો એ અમને પણ મળી જશે.
આ આશા નિરાશામાં બદલાય છે. પ્રભુની કૃપા બેચાર રૂપિયા અને એકબે કલાકના પૂજા પાઠથી મળી જાય તેટલી સસ્તી નથી.
તેના માટે તો જીવન-શોધન-નિર્માણ તેમજ વિકાસની ક્રિયાઓને અનિવાર્ય રૂપમાં પૂરી કરવી પડતી હોય છે.
સત્યનારાયણ વ્રત કથાના ઉપરોક્ત કાર્યને લોકોનાં મનમાં સારીરીતે બેસાડવામાં આવે લોકો સુધી આ કથા પહોચાડવામાં આવે તો તેનાથી ખરેખરું એક મોટું પૂણ્ય ફળ પ્રાપ્ત થશે અને આ વ્રત પરિપૂર્ણ ગણાય.
શ્રી સત્યનારાયણ વ્રત કથાનું પહેલું સોપાન
 વ્યાસ મુનિઉવાચ|| એકદા નૈમિષારણ્યં ઋષય શૌનકાદયઃ| પપ્રચ્છુર્મુનયઃ સર્વે સુતં પૌરાણિકં ખલુ||
નૈમિષારણ્ય એટલે ઋષિમુનિઓનું તપોવન ભારતભરનું એ આધ્યાત્મિક કેન્દ્ર હોમ હવન યજ્ઞ યાગાદિક અન જપ તપથી એ ભૂમિ એટલી પવિત્ર બનેલી છે કે ત્યાં પગ મુકનારના કુવિચારો પણ સુવિચાર માં પલટાઈ જાય છે.
આવું આ પવિત્ર સ્થળ અયોધ્યાની નજીક આવેલા નૈમિષારણ્ય તરીકે પ્રચલિત છે. પરંતુ જો આધ્યાત્મિક દ્રષ્ટિથી જોવામાં આવે તો આ પ્રસંગમાં મનજ  “નૈમિષારણ્ય” છે કેમકે નિમિષ (આંખની પલક મારવા જેટલો સમય) માં જ્યાં આત્મામાં પરમાત્માનો અનુભવ થઈજાય તે નૈમિષ તીર્થ છે. અરણ્ય જંગલને કહેવામાં આવે છે જ્યારે આપણે મનને નિર્જન વનજેવું એકાંત બનાવી દઈ અથવા કોઈપણ માનવ કે દેહધારીને યાદ કરવાના બદલે પરમાત્માની જ સ્મૃતિમાં સ્થિર થઇ જઈએ તો “ભ્રુકુટી” રૂપી ઝુપડીમાં બેસીને આત્માના સ્વરૂપનો અનુભવ થાય તેથી મન રૂપી વનમાં આ દિવ્ય ગુણોની ધારણા કરીને એકાગ્રતાથી બેસવું એજ નૈમિષારણ્યમાં વ્રત કથાને માટે તૈયાર થવા બરાબર છે.
એકવાર આ પૂનિત ભૂમિમાં યજ્ઞ યાગાદિ કરવા વિખ્યાત ઋષિમુનિઓનો  મોટો મેળો યોજાયો હતો યજ્ઞ યાગાદિથી પરવારી રોજ ત્યાં સત્સંગ સંમેલન જામવા લાગ્યું દુરદુર થી મહાન મહાત્માઓ અને વંદનીય વિભૂતિઓ ત્યાં પધારી ઉપસ્થિત શ્રોતાઓને જ્ઞાનામૃતનું પાન કરાવવા લાગ્યા.
આ સમય દરમ્યાન સૂતજી તીર્થાટન કરતા કરતા ત્યાં આવી ચડ્યા. સાધુ પુરુષોનારંગે રંગાયેલા હોવાથી આવા પરમહંસના દિલમાં લોક કલ્યાણની ભાવના ભરેલી હોયછે એટલે આવી પવિત્ર ભૂમિ એમનું વિહાર-ક્ષેત્ર બની જાય છે.
સુતજીએ વલ્કલ ધારણ કર્યા છે અંગ ઉપર દિવ્ય ચિન્હો અંકિત છે જાતાનો મુકુટ સમ્રાટના મુકુતાને પણ ઝાંખો પાડે છે મુખ ઉપર પ્રસન્નતા છવાયેલી છે. સુતાજીના આગમનનાં સમાચાર સાંભળી ઋષિમુનીઓ આદરભાવથી ઉભાથઈ સુતાજીનું સ્વાગત કર્યું તેમજ આદર પૂર્વક ઉચ્ચ આસને બેસાડી પૂજન અર્ચન સ્તુતિ વંદના કરી.
બન્ને હાથ જોડી મસ્તક નામાવી ખૂબ ભક્તિ ભાવથી શૌનકજી ઋષીઓ બોલ્યા એવું કયું વ્રત છે જેને કરવાથી બધાલોકો ઈચ્છિત ફળ મળવી શકે છે?
સુતજી બોલ્યા એકવાર દેવર્ષિ નારદ પણ ભગવાનને આવોજ પ્રશ્ન કર્યો હતો એ પરસંગ આપને કહું છું. એકવાર નારદજી લોકકલ્યાણની ભાવનાથી મૃત્યુલોકમાં ફરતા હતા ત્યાં તેમણે મોટાભાગના લોકોને પોતાનાજ દુષ્કર્મોનાં પ્રભાવથી કષ્ટો ભોગવતા જોયા. તેમના મનમાં કરુણા ઉત્પન થઇ અને આ પ્રાણીઓના દુઃખો કેવીરીતે દૂર થાય એનો વિચાર કરતા કરતા વિષ્ણુ લોકમાં જઈ પહોચ્યા ભગવાન વિષ્ણુ પાસે પહોચી તેમને જગત પાલકની સ્તુતિ કરી.
“સત્યવ્રતં સત્યપરં ત્રિસત્યં સત્યસ્ય યોનિં નિહિતંચ સત્યં. સત્યસ્ય સત્ય મૃત સત્ય નેત્રં સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્નાઃ.”
“હે પ્રભો! આપતો સત્ય સ્વરૂપ છો એટલેજ આપ સ્વતંત્ર છો આપણી કૃપા દ્રષ્ટિ થી ઉન્નત જીવોનું શ્રેય થશે જેથી હું આપના દર્શનથી ભાગ્યશાળી થયો છું.”
સ્તુતિ સાંભળી ભગવાન નારદજીને આવવાનો ઉદેશ પૂછ્યો ત્યારે નારદજી બોલ્યા હે! પ્રભુ ! મૃત્યુલોકમાં પ્રાણીઓ પોતાના પાપ કરોથી જાત જાતના કષ્ટો વેઠી રહ્યા છે કૃપા કરી આપ કોઈ એવો ઉપાય જણાવો કે જેથી કર્મ ફળનો નિયમ પણ ન તૂટે અને પ્રાણીઓના દુઃખ દૂર થાય. ભાગાવને કહ્યું નારદજી! આપે લોકહિતની વાત કરી આથી હું ખુબ પ્રસન્ન હયો છું હું તમને એવું વ્રત બતાવું છું કે જેનાથી આ દુવિધા દૂર થાય “શ્રી સત્યનારાયણ વ્રત” એવું વ્રત છે કે એને વિધિવત કરવાથી આ લોકમાં સુખ અને અંતમાં સદ્ગતી થાય.
નારદજીએ પ્રશ્ન કર્યો આ વ્રત ની શું વિધિ છે ? શું ફળ છે ? આ વ્રત કોને કર્યું ? તે સમજાવો.
આ પ્રશ્નનો જવાબ મળે તેની સાથે  “શ્રી સત્યનારાયણ વ્રત કથા” આ શબ્દો વિશે વિચારીએ તો શ્રી એ ઈશ્વરનું નામ છે તે આપણે કાયમ લેતા હોઈએ છીએ પત્ર લખવો હોયતો શ્રીથી આરંભ કરીએ છીએ શ્રી એટલે શોભા આ જે શોભા છે તે નિસર્ગમાં સર્વત્ર છે. આપણા જીવનમાંય શોભા છે અહી બધા સારીરીતે વ્યવસ્થિત બેઠા છે એટલે અહી શ્રી છે શોભા છે. શ્રી વ્યવસ્થાથી આવે છે. વ્યવસ્થિત સ્વચ્છ બગીચો હોય તો જોઇને આનંદ થાય સ્વચ્છતા અને વ્યવાસ્થીતતા બેઉ મળીને બને છે શોભા તે ઈશ્વરનું લક્ષણ છે.
શ્રી શબ્દ લક્ષ્મીનો વાચક પણ છે અથાર્થ શ્રમનું પ્રતિક છે. શ્રમથી ઉપજાતી પેદાશ શ્રી છે. બે નબરના કાળા નાણાને શ્રી ન કહેવાય.
બીજુ નામ છે સત્ય એટલે સત્ અથાર્થ સચાઈ‍ હશે ત્યાં ભગવાન રહેશે. તુકારામને એકવાર કોઈકે પૂછ્યું ભગવાન કેમ મળે ? તો એમણે કહ્યું ‘ ખરે બોલે જરી, ફુકા સાંઠી જોડે હરિ’ આપણે ફક્ત ખરું બોલીએ એટલે આપણને ભગવાન મળશે તુકારામે બતાવેલો ઉપાય છોડીને આપણે ફોગટના ભળતાજ ઉપાય કરીએ છીએ ! જે વ્યક્તિ સચ્ચાઈ પૂર્વક જીવતો હશેને તે માણસ પાસે ભગવાન આવ્વાનોજ આ ‘સત્’ નામનો અર્થ છે.
નારાયણ એ પણ ઈશ્વરનું નામ છે. એ માણસ સાથે જોડાયેલું છે. નરમાંથી નારાયણ નાર એટલે દોરીજનારો નેતા, માણસ સર્વ સૃષ્ટિનો નેતા છે આસપાસની સૃષ્ટિ સર્વ ભૂત માત્ર માણસના હાથમાં છે.
નારાયણ એટલે નર સમુદાય અહી આશરે અમુક માણસો છે આ એક સમુદાય છે તે સમુદાયમાં ઈશ્વરનું રૂપ તે નારાયણ કહેવાય નાર સમુહમાં રહેનારો દેવ તે નારાયણ આમતો પ્રત્યેકના હ્રદયમાં ઈશ્વર છે પણ જ્યાં સમાજ એકત્ર થયો ત્યાં નારાયણ, નારાયણ એટલે સમુદાયનો દેવ.
માણસનો સમૂહ હોવો જઈએ તેમાં સ્વચ્છતા હોવી જોઈએ સમુદાય હોય પણ સ્વચ્છતા ન હોય તો ત્યાં શોભા નથી અને માણસ એકલો હોય ને ભરપૂર સ્વચ્છતા હોય તો ત્યાં નારાયણ નથી તેથી સમુદાય અને સ્વચ્છતા બેઉ જોઈએ એટલા માટે શ્રી સત્ય નારાયણ નામ સાર્થક થાય છે.
વ્રત એ શબ્દ નો મર્મ સમજવા જેવો છે જે સત્ય વ્રત કહે છે જે માત્ર વચનથી સત્યનું પાલન નથી તી જતું, જેનાથી ધર્મની રક્ષા અને પ્રાણી માત્રનું હિત થાય છે તે વાસ્તવમાં સત્ય વ્રત છે, વિવેક, સંયમ, સેવા અને સાહસ સત્યના સાધકે આ શ્રેષ્ટ ગુણોને સતત વ્યવહારમાં લાવવા જોઈએ અને ધીરે ધીરે વધુ સફળ બનાવતા જવું જોઈએ તેણે આત્મ ચિન્તન-આત્મ શુદ્ધિ-આત્મ નિર્માણ અને આત્મ વિકાશનો કર્મ કોઈપણ પ્રકારની ઢીલ વગર જીવન પરીયંત લાગીજવું એજ સત્ય વ્રત ગણાય.
સત્યાવ્રતીયોના જવલંત ઉદાહરણોમાં હરિશ્ચંદ્ર-તારામતિ તેમજ શ્રી મહાત્મા ગાંધીજી પ્રખર સત્યવતી રહી પોતાનું આત્મ સમર્પણ કરી અમરત્વ મેઅલાવ્યું. આ રીતે આપણે પણ જીવન ભાર સત્યવ્રતનું પાલન કરી આપણા જીવનને ઉજ્વળ કરી પ્રત્યક્ષ દ્રષ્ટાંત પૂરું પાડવું જોઈએ.
અંતિમ શબ્દ કથા રહેલો છે. ઘણા કહે કથા એટલે શું? કથ્યતે અસઉ તે કથા જે પૂર્વી કહેવાઈ છે તેનો નીછોદ તે કથા. ટુકમાં કથાને ઉલટાવો એટલે થાક થાય કથા સાંભળવાથી આપણો માનસિક થાક ઉતારે તે કથા, કથા મન અને હૃદય સુધી પહોચે તો થાક ઉતરે દવા પેટમાં ન જાય તો દર્દ માટે નહિ તેમ કથા મનમાં ન ઉતારો તો થાક પણ ન ઉતારે.
આગળ જણાવેલ વિચારોના અનુસંધાનમાં શ્રી નારદજીના પ્રશ્નોનો પ્રત્યુતર શ્રી ભવાને આપતા આગળ જણાવ્યું કે આ સેવા કાર્યને યોગ્ય રીતે પરિપૂર્ણ કરવા માટે પોતાના શરીરના આરોગ્યને પણ સ્થિર રાખવું આથી ઉપવાસ કરવો અને અંતે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા શ્રાવણ કરી પ્રસાદ ધરાવી સર્વ મિત્રોમાં વહેચવો.
આમ સત્ય વ્રતીયો પાસેથી સંસારના બધા કષ્ટો આપત્તિઓ ડરીને ભાગી જાય છે અને જીવન વિઘ્નો વિનાનું સરળ બને છે. આ પ્રમાણે ભગવાને શ્રી નારદજીને સુખ અને સંતોષનું જીવન જીવી શકાય તેવો સહેલો ઉપાય જણાવ્યો.
આ વ્રત સાંભળી નારદજી ભગવાનનો અનુગ્રહ માનતા માનતા તેમના ચરણોમાં પ્રણામ કરી આ મહા વ્રતનો સંસારમાં પ્રચાર કરવા તરત નીકળી પડ્યા.
શ્રી સત્યનારાયણ વ્રત કથાનું બીજું સોપાન
 સૂતઉવાચ|| અથાન્યત્સં પ્રવક્ષ્યામિ કૃતંયેન પુરા દ્વિજ!| કશ્ચિત્કાશિપુરે રમ્યે હયાસી દ્વીપ્રોડતિનિર્ધનઃ||
બીજા અધ્યાયની શરૂઆતમાં શ્રી સૂતજી કહે છે. હે શ્રેષ્ટ જનો! હું આપને સત્ય વ્રત ધારણ કરનારાઓની કથા સંભળાવું છું. કોઈ એક સમયે કાશી પૂરીમાં સદાનંદ નામનો એક બહુ ગરીબ બ્રાહમણ રહેતો હતો. દરિદ્રતાને કારણે દીનભાવાથી વ્યાકુળ થઇને તે જીવન-નિરવાહ માટે ભિક્ષા માગતા અહી તહી ભટક્યા કરતો હતો.
વિચાર કરીએતો આ દરિદ્ર બ્રાહમણનું નામ સદાનંદ એટલે સદા આનંદમાં રહેવા વાળો પરંતુ સદાનેમાટે દુઃખી બનેલો દેખાય છે.શા માટે? તો તે આગળ જોઈશું.
લોક રક્ષક ભગવાન જિજ્ઞાસુઓને સદવિચારો તથા સદપ્રેરણાઓ દ્વારા માર્ગદર્શન આપવા કોઈ અસાધારણ વૃદ્ધ બ્રાહ્મણના તનમાં દિવ્ય પ્રવેશ કરીને સત્ય સ્વરૂપ સમજાવવા માટે ઉપસ્થિત થયા.
વૃદ્ધબ્રાહ્મણે કહ્યું કે હે વિપ્ર! તું દુઃખી સ્થિતિમાં અહી તહી ભટકે છે તે હું જાણું છું.
આગળ જણાવતા કહે છે તું બ્રાહ્મણોચિત સન્માર્ગથી ભટકી ગયો છું અસત્ માર્ગે ચાલવાથી તું આ કષ્ટ ભોગવી રહ્યો છે, તારે પોતાને સત્ય ધર્મ સમજવો પડે તથા સત્યવ્રતનું પાલન કરવાથી તું આ ભ્રાંતિ પૂર્ણ જીવનમાંથી મુક્તિ મેળવીને બ્રાહ્મણોચિત્ત ગૌરવ મેળવી શકીશ ભિક્ષા વગેરેનું અસત આકર્ષણ છોડીદે સત્ય માર્ગનું અવલંબન તને ભગવાનની કૃપાને પાત્ર  બનાવી દેશે. યાચના તો ફક્ત યજ્ઞ માટે અથવા વિપત્તિ નિવારણ માટેજ કરવી જોઈએ. પોતાના સવાર્થ માટે માંગવું એ યોગ્ય છે, પેટ ભરવા માટે ભિક્ષા માગવી એ પાપ કહેવાય એનાથી બ્રહમતેજનો નાશ થાય છે અને દીનતાનો ભાવ વધે બ્રાહ્મણ તો સમાજ પાસેથી જેટલું દાન લે છે તેનાથી અનેક ગણું દાન જ્ઞાનદાન અને સેવા સાધના ના રૂપમાં સમાજને આપતા રહે છે. હે વિપ્ર! તું દીનતા, આળસ, ભય અને અક્રમણયતાને છોડી પોતાના બ્રહ્મ તેજને જાગ્રત કર સાવધાન કર બ્રાહ્મણ તેજ નાશ પામવાથી બ્રાહ્મણની દુર્બુદ્ધિને કારણે અસુરોના જેવું આચરણ કરવા લાગે છે. પોતાના કર્તવ્યમાંથી પથભ્રષ્ટ થવાથી બ્રાહમણ પોતેતો દુઃખ થાય છે પરંતુ એ ઉપરાંત જે સમાજમાં બ્રાહ્મણ વર્ગ પતિત થઇ જાય એ સમાજનું પણ પતન થાય છે. એટલે દીનતા છોડી આ દુર્ભાવમાંથી મુક્તિ મેળવવા અને બ્રાહ્મણોચિત્ત કાર્યોમાં લાગેલો રહીને આનંદ પૂર્વક રહે સદાઆનંદમાં રહી તારું નામ સાર્થક કર.
બ્રાહ્મણો દ્વારા સત્ય ધર્માચરણથી સંસારનું કલ્યાણ થાય છે એ સમજીને તું વહેલામાં વહેલી તકે સંસારના હિતકાર્યોમાં લાગીજા. વિદ્યાની વૃદ્ધિ કર ગુણ-કર્મ-સ્વભાવની દ્રષ્ટીએ તારે પોતેજ બીજાઓની સામે ઉચ્ચ આદર્શ ઉપસ્થિત કરવાઓ જોઈએ તારું કર્તવ્ય છે કે તું ઘેર ઘેર જી સાચી ધાર્મિક ચેતના જાગ્રત કર.
વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં ભગવાનનો આદેશ માની સદાનંદે દીનતા છોડીને પોતાના આચરણને સંપૂર્ણ રીતે સુધારી લીધું. સત્ય વ્રતના પ્રભાવથી તેની પ્રતિષ્ઠા વધી તથા સમાજના શ્રદ્ધાયુક્ત સહકારથી તેને બધા અભાવો દૂર થઈગયા અને તેજસ્વી જીવન જવવા લાગ્યો. ત્યારે તે સત્ય ધર્મની મહત્તા દર્શાવવા માટે ધર્મઅનુષ્ઠાનનું આયોજન પણ કરવા લાગ્યો.
સદાનંદ નિયમ પૂર્વક રવિવાર, એકાદશી, પૂર્ણિમા અથવા બીજા શુભ અવસરો પર સત્યવ્રત માટે આયોજન કરવા લાગ્યો એકવાર આવાજ પ્રસંગમાં એક કઠિયારો ત્યાં પહોચ્યો સમારંભ જોઈને તેના મનમાં પણ વધારે જાણવાની જિજ્ઞાસા પ્રગટ થઇ તથા સત્ય વ્રતનું મહત્વ સમજીને તેને ઘણી પ્રેરણા મળી તેને પોતાની અંદર અપૂર્વ ઉત્સાહ અનુભવ્યો આયોજન પૂરું થયું ત્યારે કઠિયારાએ સત્ય વ્રતના નિયમો જાણવાનો અને એ સબંધી માર્ગદર્શન આપવાનો સદાનંદને આગ્રહ કર્યો.
સદાનંદે કહ્યું- હે ભાઈ ! તું પોતાને દિન સમજીશ નહિ તારી પાસે શ્રમની મહા મુળી  છે સત્યનું પાલન કરવાથી તારા અભાવો અવશ્ય નાશ પામશે. તું શ્રમ પ્રત્યે સન્માનનો ભાવ જાગૃત કર. પૂરા મનોયોગથી કામ કર અને ઈમાનદારી તથા સદ્વ્યવહારનું પાલન કર તું સત્ય ધર્મનો સાધક બન સત્યનારાયણનું આ વ્રત સમસ્ત મનોકામનાઓ પૂરી કરનારું છે. એનાજ પાલનથી  મને આ ધન-વૈભવ પ્રાપ્ત થયા છે. કઠિયારો બ્રાહ્મણના આ બધા વિચારો જાણીને પ્રસન્ન થયો અને સત્યનારાયણનાં વ્રતનું ચિંતન કરતો કરતો પોતાના ઘરે ગયો તે પણ લાકડા વેચવાની સાથે સત્ય વ્રતનું પાલન કરવા લાગ્યો અને તેને પોતાના ગુણ-કર્મ- સ્વભાવમાં સત્ય વ્રતીઅનુરૂપ શુદ્ધિ કરી લીધી જ્યાં સત્યનું પાલન થાય છે ત્યાં સદબુદ્ધિ પ્રવેશ કરે છે સદબુદ્ધિનાં કારણે સમાજમાં પ્રતિષ્ઠા વધે છે. અને પ્રતિષ્ઠા મળતા બધા અભાવો સ્વયં દૂર થઇ જાય છે. પહેલા એ કઠિયારાનું  ઘણું ઓછું વેચાણ થતું હતું સત્યનું અવલંબન લેવાથી તેનો ધંધો વધ્યો અને ધનવાન બની ગયો. પોતે કમાયેલા એ ધનનો સત્યનારાયણ વ્રતમાં વ્યાપક પ્રચારમાં ઉપયોગ કરવા લાગ્યો એ પ્રમાણે કરવાથી તેને ઘણું પુણ્ય મળ્યું અને તે સુખી જીવન વ્યતીત કરવા લાગ્યો. સત્ય વ્રતવાળાને આ પ્રકારે લાભ મળે એ સ્વભાવિક છે. એમાં કોઈ આશ્ચર્યની કોઈ વાત નથી. બ્રાહ્મણ અને કઠિયારો સત્યવ્રતના પ્રભાવથી સુખ શાંતિ અને પ્રગતિ પ્રાપ્ત કરીને જીવનને સાર્થક બનાવી લીધું. આ રીતે બીજાબધા મનુષ્યો પણ સત્યવ્રતને ધારણ કરીને અવશ્ય પોતાનું કલ્યાણ કરી શકે છે માં કોઈ શંકા નથી.
અસ્તુ.

બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય.


Comments